રાજ્યભરમાં વસવાટ કરતા શિંગાળા પરિવારોની ઉપસ્થિતિમાં પાંચ હજાર પાતરનો મનોરથ યોજવા સામુહિક સંકલ્પ..!!
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.6
પૂ.રણછોડ બાપા ની પુણ્યતિથિ નિમિત્તે તથા સમસ્ત શિંગાળા પરિવાર દ્વારા યોજાયેલ ભવ્ય ભાગવત સપ્તાહ ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તાલાલા તાલુકાના 45 ગામોમાં વસવાટ કરતા સમસ્ત શિંગાળા(લેઉવા પટેલ)પરિવારનો સ્નેહમિલન સમારોહ ગણેશ પાર્ટી પ્લોટ માં રંગે ચંગે યોજાયો હતો.
- Advertisement -
પરિવારના બહેનોએ દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલન સમારોહનો પ્રારંભ કર્યા બાદ શિંગાળા પરિવારના 50 ભાઈ-બહેનોએ મહામુલી માનવ જિંદગીને જીવતદાન આપવા હોંશે હોંશે રક્તદાન કર્યું હતું.ગુજરાતભરમાં વસવાટ કરતા શિંગાળા પરિવારોને આમંત્રિત કરી આગામી દિવસોમાં પાંચ હજાર પાતરનો ભવ્ય મનોરથ યોજવાનો સંમેલનમાં સામુહિક સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ડો.મહાદેવપ્રસાદ મહેતાએ કુટુંબીક ભાવના વધારવા છેલ્લા દોઢ દાયકાથી શિંગાળા પરિવાર દ્વારા યોજાતા સ્નેહ મિલન કાર્યક્રમની સરાહના કરી સમસ્ત શિંગાળા પરિવારને આશીર્વચન આપ્યા હતા.ગીર સોમનાથ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેન્કની ટીમ વતી સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટે રક્તદાતાઓની માનવ સેવાને બિરદાવી હતી.છેલ્લે પૂ.રણછોડ બાપાને થાળ ધરી પરિવારજનોએ એક જ પંગત ઉપર બેસી સમૂહ પ્રસાદ લીધો હતો.તાલાલા પંથકના સમસ્ત શિંગાળા પરિવારના ગૌરવવંતા કાર્યક્રમની વ્યવસ્થા લાલાભાઈ શિંગાળા તથા સંજયભાઈ શિંગાળા એ સંભાળી હતી.તાલાલા પંથકમાં વસવાટ કરતા તમામ ગામોમાંથી શિંગાળા પરિવારના તમાંમ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.