ટેન્કરમાંથી ગેસ કાઢતી વખતે પોલીસ ત્રાટકતા આરોપીઓ નાસી છૂટયા, રૂ. 28 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામના પાટીયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં દરોડો પાડીને ગેસના ટેન્કરમાંથી ગેસ કાઢવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જો કે દરોડા દરમિયાન આરોપીઓ નાસી જતા ટેન્કર અને બોલેરો ગાડી સહિત રૂ. 28 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરીને વાહન નંબરના આધારે ગુન્હો દાખલ કર્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢવાની પ્રવૃતિ ચાલુ હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં એક ટેન્કર તથા તેની બાજુમાં એક બોલેરો કાર પડેલ હોય અને તેમાં ગેસના બાટલા ભરેલ હોય જેથી આજુબાજુમાં તપાસ કરતા કોઈ હાજર મળી આવેલ ન હતું અને ગેસના ટેન્કર નંબર કેએ-01-એએમ-9921 માંથી રબ્બરની બંને બાજુ વાલ્વવાળી પાઇપ મારફતે ગેસના ત્રણ સિલીન્ડરોમાં ગેસ કાઢતા હોવાનું જણાતા પોલીસે બોલેરો ગાડી, 55 ગેસના બાટલા તેમજ ટેન્કર સહિત કુલ રૂ. 28,05,406 નો મુદ્દામાલ કબ્જે કરીને ગુન્હો દાખલ કર્યો હતો.
મોરબીના નાગડાવાસ ગામના પાટિયા પાસેથી ગેસ કાઢવાનું કારસ્તાન ઝડપાયું
