રોકડા રૂપિયા 6.85 લાખ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમે મહેન્દ્રનગર નજીક આવેલ શોપિંગ સેન્ટરની ઓફિસમાંથી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રોકડા રૂપિયા 6.88 લાખ સાથે ઝડપી લીધા હતા જયારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો જેથી એલસીબીએ સાતેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબીના મહેન્દ્રનગર નજીક હળવદ રોડ પર નીલકંઠ શોપિંગ સેન્ટરમાં આવેલ નેરોવા સીરામીક એલએલપી નામની પેઢીની ઓફિસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પરેશભાઈ બેચરભાઇ હુલાણી (ઉ.વ. 40), નિતેશભાઇ ઉર્ફે ભરતભાઇ રતીલાલ આદ્રોજા (ઉ.વ. 41), અનીલભાઇ રવજીભાઇ મારવાણીયા (ઉ.વ. 36), દિનેશભાઇ ઉર્ફે દિપક હરજીભાઇ શેરસીયા (ઉ.વ.36), દિલીપભાઇ બાબુભાઇ મારવાણીયા (ઉ.વ. 34), અશોકભાઇ ભાણજીભાઇ જેમરીયા (ઉ.વ.45) અને સુનિલ છગનભાઇ દેત્રોજા (ઉં.વ. 34) ને ઝડપી લીધા હતા જ્યારે હરેશ ઉર્ફે કારો નરસીભાઇ દેસાઇ નામનો શખ્સ ફરાર થઇ ગયો હતો તો પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 6,88,500 કબ્જે કરીને સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે બી ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.