ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
માણાવદર વિધાનસભા મતવિસ્તારનો નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ નુતન વર્ષને મિલનમાં કાર્યક્રમમાં પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, દિનેશભાઈ ખટારીયા, નારણભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સરદાર પટેલ મરીન એકેડમીના ટ્રસ્ટી અને કસ્ટમ વિભાગના પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર નવીનભાઈ ભદ્રેશા તેમજ ડો.મનસુખ માંડવીયાને પુષ્પગુચ્છ, સાલ અને મોમેન્ટો આપી સન્માન સંસ્થાના ચેરમેન પ્રતીકભાઈ માંગરોલિયાએ કરેલ હતું. આ નુતન પ્રસંગે મનસુખભાઈ માંડવીયાએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ અને આગામી સમયમાં આપણે સંગઠનની અને સરકારની વિવિધ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે કાર્યકરોને કામ કરવાની ટકોર કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, માણાવદર વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો ના હોય તે માટે મોટા ઉદ્યોગની સ્થાપના કરવી તેમજ વંથલીથી ચૌટાવાંક સુધી જે સ્ટેટહાઇવે છે તેને નેશનલમાં રૂપાંતરિત કરીને ફોરલેન બનાવવા જેવા કામો અંગેની રજૂઆત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ સોલંકી અને ડો.અજય ટીટાએ તેમજ આભાર વિધિ શહેર ભાજપ મહામંત્રી નીરજ જોષીએ કરેલ હતી.



