અગ્રવાલ સમાજ રાજકોટ દ્વારા ભવ્ય આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અગ્રવાલ સમાજ રાજકોટ દ્વારા આવતીકાલે રવિવારે નાગર બોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી સ્કૂલની સામે, રાજકોટ ખાતે સવારે 10થી 12-30 સુધી ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ મેગા કેમ્પ પ્લક્ષેકસ હોસ્પિટલના નિષ્ણાંત મેડિકલ ટીમ દ્વારા યોજવામાં આવશે. જેમાં ડો. હેમંત વર્ષને, ડો. બંકિમ થાનકી, કોમલ જાની અને ડો. ગૌતમ જોબનપુત્રા દ્વારા બ્લડ અને સુગર ટેસ્ટ અને ઇ.સી.જી. ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે અને સાથે સાથે જાહેર જનતાને મેગા બ્લડ ડોનેશનમાં ભાગ લેવા વિનંતી કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા, દર્શિતાબેન શાહ એમ.એલ.એ. રાજકોટ અને શિવસેનાના પ્રદેશ પ્રભારી જીમી અડવાણી હાજરી આપશે. વધુ વિગત માટે અગ્રવાલ સમાજના પ્રમુખ વિજય ગર્ગ- મો. 74054 45386 અને સેક્રેટરી વિકાસ સગતાની મો. 85277 48620નો સંપર્ક કરી શકાશે.