ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સૂચના જાહેર કરી છે કે તમામ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પૂર્ણ કરવું,નહીં તો સરકારી યોજનાઓનો લાભ મળતો બંધ થશે જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 છે. ઈ-કેવાયસી કરાવવા તમામ રેશનકાર્ડ ધારક નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે તા. 8 ને રવિવારે સવારે 9-00થી 11-00 સુધી ઈ-કેવાયસી નિ:શૂલ્ક કેમ્પનું આયોજન પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઓફીસ પર રાખવામાં આવ્યું છે. જેના માટે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા જણાવ્યું છે.
રેશનકાર્ડ ધારકોએ ડોક્યમુન્ટસમાં રેશનકાર્ડ, બધાના આધારકાર્ડ, રેશનકાર્ડમાં જેટલાના નામ હોય તે વ્યક્તિઓએ હાજર રહેવા જણાવાયું છે. આ કેમ્પ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની ઓફીસ રાજનગર ચોક, અમૃત સ્કેવર, નાના મવા રોડ, ત્રીજા માળે, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. વિશેષ માહિતી માટે હસુભાઈ પટેલ મો. 9106175735નો સંપર્ક કરવા જણાવાયું છે.



