લેસ્ટર યુકેના સેવાભાવી ડો.અવની સામાણી અને પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
- Advertisement -
સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આવેલી પ્રેરણા સ્કુલ ખાતે લેસ્ટર યુકે સ્થિત ડો,અવની સામાણી અને પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે મૌખિક આરોગ્યને યોગ્ય સારવાર પ્રદાન કરવા અને જરૂરીયાત મંદ લોકો તેમજ સમુદાયોને આવશ્યક દંત સંભાળ પૂરી પાડવા માટે, નેવર લોઝ સાઈટ ઓફ સ્માઈલ્સ,દ્વારા નિ:શુલ્ક ડેન્ટલ સેવાઓ છેવાડાના માનવીય સુધી સરળતાથી પહોંચે એટલા માટે આ સંસ્થા, દ્વારા એક સફળ અને મફત ડેન્ટલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. પ્રેરણા સ્કુલ ખાતે આયોજીત આ કેમ્પસમાં બાળકો થી લઈને પુખ્ત વય અને વૃધ્ધ લોકો સહભાગી થયા હતા, જેમાં સૌપ્રથમ નામ નોંધણી કરીને અલગ અલગ વય જૂથ પ્રમાણેના વિવિધ વયના લોકોને ચેક કરવામાં આવ્યા હતા. ડેન્ટલ કેમ્પમાં ફ્રી ડેન્ટલ ચેક-અપ્સ, ક્લિનિંગ્સ, ફિલિંગ, એક્સટ્રક્શન અને ઓરલ હાઈજીન ક્ધસલ્ટેશન સહિતની સેવાઓની વિશાળ શ્રેણીની સેવા આપવામાં આવી હતી. અનુભવી દંત ચિકિત્સકો, આરોગ્યશાસ્ત્રીઓ દ્વારા આવશ્યક ડેન્ટલ સેવાઓ વિના મૂલ્યે પ્રદાન કરવામાં આવી હતી.
ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે દાંતની નિયમિત સંભાળ તેમના એકંદર સ્વાસ્થ્ય માટે કેટલી મહત્વપૂર્ણ છે, કેમ્પમાં સ્વયંસેવક દંત ચિકિત્સક ડો.અવની સામાણીએ જણાવ્યું હતું. આ નિ:શુલ્ક કેમ્પના માધ્યમથી સેવાઓ પ્રદાન કરીને, અમે માત્ર સ્મિતમાં સુધારો નથી કરી રહ્યા, પરંતુ લોકોમાં લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. લેસ્ટર યુકેથી સામાણી પરિવાર જલારામ બાપાના દર્શને આવ્યો અને ડેન્ટલ કેમ્પ કરવા વિચાર પ્રગટ કર્યો અને સુભાષભાઈ જોષી સાથે સંપર્ક થતાં નિ:શુલ્ક ડેન્ટલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કેમ્પનું સફળ સંચાલન કરવા પ્રેરણા સ્કુલના સંસ્થાપક સુભાષભાઈ જોષી, શાળાના પ્રિન્સીપાલ રાકેશભાઈ , ભૂતપૂર્વ સંસ્કૃત ભાષાના શિક્ષક રતિલાલ જોષી સહિતના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.



