ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોરબંદર પોલીસે 5 વર્ષથી ફરાર છેતરપિંડીના આરોપીને આંધ્રપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપી સુરજરાવ તાતારાવ સોરા, આંધ્રપ્રદેશના પેડદા ગુરૂદાસુપુરમ ગામ ખાતે છુપાયો હતો. પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર શહેરના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.એના માર્ગદર્શન હેઠળ ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા અને જય રમેશભાઈ ડાભીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના સહારે આરોપીની બાતમીને આધારે તપાસ શરૂ કરી હતી.
- Advertisement -
સ્કોડની રચના પછી, ખાનગી સૂત્રોને આધારે મળેલી ચોક્કસ માહિતીથી પીએસઆઈ કે.એન. ગોરસીયા, કીશોરભાઇ માલદે, અને જય ડાભીની ટીમ આંધ્રપ્રદેશના પેડદા ગુરૂદાસુપુરમ ખાતે પહોંચી. ત્યાંથી આરોપીને ઝડપી પોરબંદર લાવવામાં આવ્યો. આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.