અમેરિકાનાં ઉ.પ. રાજ્યમાં જંગલોમાં આગ, કેલિફોર્નિયામાં પણ આગ, ચક્રવાત પછી ભૂકંપના આંચકા
એલિયન્સના ઉતરણની અફવા જ છે, પણ ઘણાની ઉંઘ ઉડી છે
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકા ઉપર જાણે કે કુદરત રૂૂઠી છે. હવાઈ ટાપુઓ અને કેનેડા પછી અમેરિકાના ઉત્તર-પશ્ર્ચિમનાં રાજ્ય વોશિંગ્ટનનાં જંગલોમાં આગ લાગી છે, તેવામાં કેલિફોર્નિયામાં ચક્રવાતી તોફાન ’ટોર્નેડો’એ ખાના-ખરાબી કરી નાખી છે. આટલું ઓછું હોય તેમ ધરતીકંપના આંચકાઓએ કેલિફોર્નિયાને હલાવી નાખ્યું છે. ધરતી ઉપરના સ્વર્ગ સમાન હોલીવૂડમાં પણ સર્વ કોઈ ભયભીત બની ગયા છે.
- Advertisement -
આ ચક્રવાતી તોફાન કેલિફોર્નિયાની દક્ષિણે આવેલ લાંબી ભૂશિર બાની કેલિફોર્નિયા ઉપર ચક્રવાત ’હીવેરી’ ત્રાટક્યું હતું. મેશિકોનાં ભાગરૂૂપ આ લાંબી ભૂશિર લગભગ માનવ રહિત છે. જૂજ લોકો ઘેટાં-બકરાં ચરાવી ગુજરાન કરે છે. સમગ્ર ભૂશિર પર્વતીય છે. તેનાં પશ્ર્ચિમ તો પેસિફિક તરફનો ઢાળ તો લગભગ માનવ રહીત છે, ત્યાં ’એલિયન્સ’ ઉતરે છે તેવી અફવા ચાલે છે. તેવામાં ભારે વરસાદને લીધે ત્યાં પર્વતો તૂટવાની પણ વાત બહાર આવી છે.
કેલિફોર્નિયામાં ચક્રવાત, ભારે વર્ષા અને પૂર કેર વરસાવી રહ્યાં છે ત્યાં દક્ષિણ-પૂર્વ સ્થિત ઓઝાઈ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપ બહુ તીવ્ર ન હતો, રીક્ટર સ્કેલ પરના 5.1નાં કંપનથી પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ઔન્તોરિયો વિમાનગૃહ સહિત ઘણાં વિમાનગૃહો ભારે વર્ષાને લીધે બંધ કરાયાં છે. લોસ એન્જલસ સહિત ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવ્યાં છે. દ.કેલિફોર્નિયામાં 78 માઇલ કલાક (100થી વધુ કી.મી.)ની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. આ ચક્રવાતે પહેલા બાની કેલિફોર્નિયામાં તબાહી મચાવી હતી. તે હવે કેલિફોર્નિયા સુધી પહોંચી ગયો છે. બાની કેલિફોર્નિયાનાં નગર સાન્તા ટોઝેલિયામાં તો તેણે વિનાશ વેરી નાખ્યો છે. તેવામાં જ્યાં સૌથી પહેલો પરમાણુ બોમ્બ પ્રયોગાત્મક રીતે ફોડાયો હતો. તે એરિઝોના ડેઝર્ટમાં આવેલા લગભગ માનવ વસ્તી રહીતના વિસ્તારોમાં એલિયન્સના ઉતરાણની અફવાથી અમેરિકનોની ઉંઘ ઉંડી ગઈ છે.