ખાસ-ખબર ન્યૂઝ મોરબી,
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય મોરબીમાં છે અને તેમણે મોરબી જીલ્લામાં ગામ તળ માં 100 વરિયા પ્લોટ માટે હેરાન થતાં પરિવારોને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેની સાથે માલીકીની જમીનને લાગતા પ્રશ્નો, અધિકારીનોના હુકમ પછી પણ વર્ષો સુધી ઘર વિહોણા લોકોને પ્લોટ ન આપવા સહિતના સવાલો કર્યા હતા અને મોરબીમાં કલેક્ટર તંત્ર ખાડે ગયેલ છે તેવો આક્ષેપ કર્યો હતો રજૂઆતમાં કેટલું કામ કર્યું તેની ઉઘરાણી કરવા માટે તે એક પખવાડિયા પછી મોરબી આવશે અને જો કામ નહીં થયું હોય તો તે અહી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.
- Advertisement -
સમગ્ર ગુજરાતમાં બનેલ ગોજારી ઘટનાઓના પીડિતોની હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો મુલાકાત કરી રહ્યા છે તેવામાં આજે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો મોરબીના સર્કિટ હાઉસે બેઠા હતા.



