મોડી રાત સુધી ગજાનન ભક્તોએ મનભરી ભક્તિ સાગરમાં ડૂબકી લગાવી
ખાસ-ખબર સંવાદદાતા
પ્રોજેક્ટ જયંતી વર્ષ પૂર્વી રહેલા જયંતી વર્ષ ઉજવી રહેલા ત્રિકોણ ભાગ કા રાજા ગણેશ મહોત્સવના બીજા દિવસે રાજકોટના સુપ્રસિદ્ધ દૈનિક લાઇન્સ કલબના મેમ્બરો ફિલ્મ તેમજ અન્ય સામાજિક રાજકીય અગ્રણીઓએ માનતાના દેવ એવા ત્રિકોણબાગ કા રાજાના દર્શન કરી આરતીનો લ્હાવો લીધો હતો. મહોત્સવના બીજા દિવસે લોક સાહિત્યકાર વિશાલ વરુ અને જયુભા સિંઘવે ગણેશ ભક્તિ ના મહાસાગરમાં આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત નગરને કર્યા હતા. નગરજનોને રસ તરબોળ કર્યા હતા.
- Advertisement -
ત્રિકોણબાગ કા રાજા ગણેશ મહોત્સવના બીજા દિવસના ઉત્સવ આયોજનમાં રાજકોટના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સાંધ્ય મહાઆરતીનો લાભ લઈ સમગ્ર ગુજરાતના શ્રેષ્ઠતમ આયોજનને દિલથી બિરદાવ્યું હતું. બીજા દિવસે પણ મોડી રાત સુધી ભક્તોનો અવિરત પ્રવાહ વહ્યો હતો. લોક સાહિત્યકાર વિશાલ વરુ અને જયુભા સિંઘવના લોકડાયરામાં ગણેશ વંદના અને લંબોદરાયની ભક્તિ સ્તુતિમાં આમંત્રિત મહેમાનો તેમજ નગરજનો મોડી રાત સુધી ભીંજાયા હતાં. મોર્નિંગ દૈનિક વોઇસ ઓફ ડેના માલિક કૃણાલભાઈ મણિયાર, મીરા મણિયાર તેમજ લાયન્સ ક્લબના સમીર ખીરા (ધારાશાસ્ત્રી), જીગ્નેશ ભટ્ટ, મુકેશ પંચાસરા, હિનાબેન પંચાસરા સહિતના લાઇન્સ મેમ્બરો પધાર્યા હતા. લોકડાયરાની જમાવટ વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકર તથા કિશોરભાઈ પાંભર અને રાજુભાઈ પરસાણાએ ગણપતિ વંદના કરી હતી. લોકડાયરાના પ્રારંભ પૂર્વે નીરજ દોશી દ્વારા સંચાલિત સુપર ડાન્સ ક્લાસિસના બાળકો અને અન્ય ડાન્સરોએ એન્ટી ડ્રગ ડેના ઉપક્ષ્યે સરકારી સંદેશ સાથે ડ્રગસના દૂષણથી મુક્ત રહેવા યુવાનોને શીખ આપતી અદભુત નૃત્ય નાટિકા રજૂ કરી હતી