અમેરિકનો જ પ્રોત્સાહન આપે છે!
મારે અમેરિકા જવું છે.(3)
- Advertisement -
અમેરિકાના પ્રેસિડેન્ટો એક ખૂબ જ મોટો માથાનો દુખાવો એ છે પરદેશીઓ અમેરિકામાં ગેરકાયદેસર ધૂસે છે અથવા તો કાયદેસર ધૂસીને ત્યાં ગેરકાયદેસર રહે છે. તાળી એક હાથે તો ન જ પડે. જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં રહે છે, ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશે છે તેઓ ત્યાં ગેરકાયદેસર કેવી રીતે પ્રવેશી શકે? ગેરકાયદેસર કામ કેવી રીતે કરી શકે? અમેરિકનો જ એમને પોતાને ત્યાં ગેરકાયદેસર આવવા, ગેરકાયદેસર રહેવા અને ગેરકાયદેસર કામ કરવા પ્રોત્સાહન આપે છે. કોઈ એક અમેરિકનને એક સામાન્ય કામ કરવા માટે મજૂરની જરૂર પડે તો એણે ઓછામાં ઓછા કલાકના દસ ડોલર આપવા પડે છે. જેમ કામ મુશ્કેલ હોય, અનુભવની જરૂર હોય, જ્ઞાનની જરૂર હોય તો એમનો અવર્લી રેટ પંદર-વીસ-પચ્ચીસ ડોલર સુધી જાય છે. અમેરિકન એટર્નીઓ તો એક મિટિંગના અઢીસોથી મનદીને પાંચ ડોલરની ફી લે છે. જે લોકો પરદેશથી ગેરકાયદેસર અમેરિકામાં આવે એ લોકો તો અમેરિકનોને જ મહેનતાણું આપવામાં આવતું હોય એથી અડધા કે એથી પણ ઓછામાં કામ કરવા તૈયાર હોય છે. અમેરિકાના ખેતરોમાં એક વર્ષમાં 66,000 પરદેશીઓને કામ કરવા આવવાની છૂટ છે. પણ એ લોકોની જરૂર તો ખૂબ વધારે છે. જે લોકોને કાયદેસર બોલાવવામાં આવે છે એમને તો કાયદેસર અમેરિકાના ધારાધોરણ મુજબ જ પગાર આપવો પડે. એટલે અમેરિકન ખેતરના માલિકો પોતે જ એજન્ટો દ્વારા પરદેશીઓને ગેરકાયદેસર અમેરીકામાં બોલાવે છે. તેઓ એ લોકોને ગેરકાયદેસર અમેરિકામાં રહેવા દે છે. પાળે છે, પોશે છે અને કલાકના દસ-પંદર ડોલરને બદલે માંડ ચાર-પાંચ ડોલરનો પગાર આપે છે. અમેરિકન કોમ્પ્યુટર કંપનીઓ પણ પરદેશીઓને ગેરકાયદેસર બોલાવે સે અને પોતાને ત્યાં ખૂબ સસ્તા દરે ગેરકાયદેસર કામ કરાવે છે. જેમ ભારતીય રાજકારણીઓ પરદેશીઓને ભારતમાં ઘૂસવા માટે, સ્થાયી થવા આમંત્રે છે, સગવડો કરી આપે છે, એ મુજબ જ અમેરિકન માલિકો પણ પરદેશથી મજૂરોને, ભણેલા-ગણેલા લોકોને પોતાને ત્યાં ગેરકાયદેસર કામ કરવા બોલાવે છે જેથી એમને પગારમાં ખૂબ મોટી બચત થાય છે. આ કારણસર જ અમેરિકાના આજ સુધીના જે જુદા જુદા પ્રેસિડેન્ટો થઈ ગયા એમણે ગેરકાયદેસર અમેરિકામાં આવતા, રહેતા અને કામ કરતાં પરદેશીઓને અટકાવવા માટે જાતજાતના કાયદાઓ ઘડયા છે. તેમ છતાં અમેરિકા આજે ઈ-લીગલ ઈમિગ્રન્ટોથી ઉભરાય છે. અમેરિકાની બોર્ડર ઉપર રોજના પાંચસોથી હજાર પરદેશીઓ અસાયલમ માંગે છે. આમાં ભારતીયો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે. અસાયલમ એ લોકો માંગી શકે કે જેમના દેશમાં આંધાધૂંધી પ્રવર્તતી હોય, એમના રાજકીય વિચારો તેમજ ધાર્મિક વિચારો માટે એમના પર જુલમ ગુજારવામાં આવતો હોય, રાજકારણીઓ કે પોલીસ એમને રક્ષણ આપતી ન હોય તેઓ અમેરિકામાં અસાયલમ માંગી શકે છે. ભારતમાં આવી કોઈ જ પરિસ્થિતિ નથી. તે છતાં અમેરિકામાં કાયમ રહેવા જવું છે અને બીજો કોઈ રસ્તો નથી એટલે પોતાના દેશને બદનામ કરીને, જુઠ્ઠું બોલીને, ખરું-ખોટું કરીને લોકો અસાયલમ માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનની બાબતમાં બહુ કડક વલણ અખત્યાર કર્યું છે. એમણે ‘બર્થ સિટીઝનશિપ’ બાણ કરી છે. કો કે કોર્ટે એને અટકાવી દીધી છે. આ ‘બર્થ સિટીઝનશિપ’નો અનેકો ગેરલાભ ઉઠાવતા હતા. સ્ત્રીઓ ચાર-પાંચ મહિનાની ગર્ભવતી હોય એમનો ગર્ભ દેખાય નહીં ત્યારે અમેરિકામાં પ્રવેશે અને ત્યાં એમના બાળકને જન્મ આપે જેથી એમને અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત થાય. આમ તેઓ તેમના સંતાનોને અમેરિકન સિટીઝન બનાવતા હતા. મોટેલોના માલિકો, સ્ટોરના માલિકો અમને એકાઉન્ટન્ટ જોઈએ છે, ફલાણી વ્યક્તિ જોઈએ છીએ એ અહીં મળતી નથી એવું કહીને ‘એચ-1બી’ વિઝા ઉપર પરદેશીઓને પોતાને ત્યાં કામ કરવા બોલાવે છે. અનેક વિદ્યાર્થીઓ અમારે ભણવા જવું છે એવું જણાવીને અમેરિકામાં પ્રવેશે છે પણ એવી કોલેજોમાં પ્રવેશ લે છે જે ભણાવતી ન હોય, નામ ખાતર જ કોલેજ હોય, ત્યાંના સ્ટુડન્ટો આખો દિવસ બીજે કામ કર્તા હોય ટ્રમ્પ આ બધું અટકાવવા માંગે છે. એમના અમુક પગલાંઓ બહુ આકરા છે. તમારે જો અમેરિકા કાયમ રહેવા જવું હોય ટો ઈન્વેસ્ટમેન્ટ કરીને ગ્રીનકાર્ડ મેળવી શકો છો. આ કાયદો છે. એનો લાભ લો, ગેરકાયદેસર અમેરિકામાં ન જાઓ. આજે નહીં ને કાલે તમે પકડાશો ટો તમારી દશા બહુ બૂરી થશે. ઈ-લીગલ ઈમિગ્રન્ટો કોઈ પણ દેશને ગમતા નથી. ભારતને નથી ગમતા અમેરિકાને પણ નથી ગમતા.



