ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પશ્ચિમ રાજકોટના સ્પીડવેલ ચોક ખાતે ઊંઙજ કલબ દ્વારા આયોજિત ’ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તોનો માનવમહેરામણ ઉમટી રહ્યો છે. 3000 ચોરસ વારથી વધુ જગ્યામાં ઊભા કરાયેલા રજવાડી ગેટ અને વિશાળ ડોમમાં દરરોજ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.
કાર્યક્રમો અને ઉપસ્થિત મહાનુભાવો:
- Advertisement -
શ્રીનાથજીની ઝાંખી: શનિવારે સાંજે મયુર બુદ્ધદેવ ટીમ દ્વારા શ્રીનાથજીની ભવ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાસ ગરબા: રવિવારે મહિલાઓ માટે લાઈવ ઓરકેસ્ટ્રા પર રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ’કલબ યુવી’ દ્વારા આયોજન કરાયું હતું.
હાસ્ય દરબાર: સોમવારે જાણીતા હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવેનો હસાયરો યોજાયો હતો, જેને માણવા માટે રાજકોટવાસીઓની ભીડ ઉમટી પડી હતી.
કાન-ગોપીનો કાર્યક્રમ: મંગળવારે કાન-ગોપીનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમોમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સહિત અનેક રાજકીય, સામાજિક અને ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો.
ઊંઙજ કલબના ચેરમેન સંદિપભાઈ માકડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને સફળ બનાવવા કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આગામી દિવસોમાં હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર, ધર્મેશ મકાતી દ્વારા વ્રજલીલા, અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો પણ યોજાશે.