કિલ્લાની સિકયુરિટી ટીમની પરેડ જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ 26 મી જાન્યુઆરી 2025ના રોજ ઉપરકોટ કિલ્લામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઊજવણી કરવામાં આવી. ઉપરકોટ કિલ્લો ભારતના સૌથી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દૃષ્ટિબિંદુઓમાનું એક પ્રવાસન સ્થળ છે.જ્યાં ધ્વજવંદન સાથે ઉપરકોટ સ્ટાફના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અદ્ભુત પરેડનું આયોજન કરવામાં આવ્યું.આ પરેડ ખુબ જ યાદગાર રહી. પ્રવાસીઓના સ્વ અનુભવ પ્રમાણે કહીએ તો કર્તવ્યપથ પર થતી ખુબ જ અદભુત પરેડની યાદ અપાવી દે એવી આ પરેડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી.
- Advertisement -
આવા આહ્લાદક અનુભવોની સાથે જ સવાણી હેરિટેજ ઉપરકોટના જનરલ મેનેજર રાજેશભાઈ તોતલાણી દ્વારા અમુક મહત્વપૂર્ણ ઘોષણાઓ કરવામાં આવી જેમ કે,પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, હવે 6 વ્યક્તિઓ સુધીના જૂથ માટે છઋઈંઉ ઇઅગઉ ની ફક્ત 100 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવશે, જે અગાઉ વ્યક્તિ દીઠ 100 રૂપિયા હતી. એટલે જ્યાં પહેલા 600 રૂપિયા ડિપોઝિટ હતી તે ફકત હવે 100 રૂપિયા જ રહી ગઈ છે.જે રકમ સંપૂર્ણપણે પરત મળવા પાત્ર છે.



