આંતરાષ્ટ્રીય પ્રવક્તા બી.કે.શિવાની દીદીએ દીવ તથા ઊનાનાં લોકોને સારા વિચાર સુખમય સંસાર પર વક્તવ્ય આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
રાજયોગ મેડીટેશન થી જીવનઅ અનેક ફાયદાઓ થાય છે. રાજયોગ મેડિટેશનમાં આપણે જે સકારાત્મક શક્તિશાળી સંકલ્પો કરીએ છીએ તેની અસર ફક્ત તે સમયે જ નથી રહેતી પરંતુ ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે તે કામ કરે છે અને આપણને મુશ્કેલીઓથી બચાવે છે. પરિણામે આપણો જીવન પ્રત્યે, લોકો પ્રત્યે તથા પોતાના પ્રત્યે પણ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. તેનો ફાયદો આપણને વ્યવહારિક જીવનમાં મળે છે. પછી મેડિટેશન અને વ્યવહારિક જીવન અલગ નથી રહેતા. આ સાથે આપણને તણાવ મુક્ત જીવન, સંબંધોમાં સમરસતા, સુસ્વસ્થતા , કાર્યોમાં કુશળતા, મનની શાંતિ ખુશનુમા જીવન પૂર્ણ નિંદ્રા જેવા અનેક ફાયદાઓ થાય છે.
- Advertisement -
આ યોગ શિબિરમાં જોડાવા માટે બાલ ભવન પાસે દીવ બ્રહ્માકુમારી સેન્ટર ના સવારે 7 થી 8 અથવા સાંજ છે 5 થી 6, ઘોઘલા લક્ષ્મીનારાયણ મંદિર પાસે સાંજે 5 થી 6, વણાકબારા જલારામ સોસાયટી સાંજે 5થી 6, વાસોજમાં રામબાગમાં 8 થી 9, તેમજ ઉના મા બ્રહ્માકુમારી તુલસી ધામ સોસાયટી ગલી નંબર 3 મા સવારે 8 થી 9 અને રાત્રે 9 થી 10 નો સમય રાખવામાં આવ્યો છે. તો છે ભાઈ બહેનોને આ રાજયોગ મેડીટેશન શિબિર નો લાભ લેવા બ્રહ્માકુમારી દીવ તેમજ ઉના દ્વારા ઈશ્વરીયા નિમંત્રણ પાઠવેલ છે. આ શિબિર સંપૂર્ણ નિ:શુલ્ક રહેશે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બ્રહ્માકુમારી આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો લોકો જોડાયા. શિબિરમાં આંતરાષ્ટ્રીય પ્રવક્તા બી.કે.શિવાનીદીદી દ્વારા દીવ તથા ઉનાની જનતાને “સારા વિચાર સુખમય સંસાર” પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
દીવ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ તથા ઉના સેવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દીવના ઘોઘલા ગામ સ્થિત આવેલ જેટી ઉપર આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક પ્રવક્તા તથા મોટીવેશનલ સ્પીકર શિવાનીદીદી દ્વારા સારા વિચાર સુખમય સંસારવિષય પર સાંસારિક સમસ્યાઓના ઉકેલ તેમજ સાંસારિક જીવનમાં આવતી અળચણનું કઈ રીતે સમાધાન કરવું તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દીવ કલેકટર રાહુલ દેવ બુરા, ઉનાનાં ધારાસભ્ય કે.સી.રાઠોડ, તથા દીવ અને ઉના તાલુકાની તેમજ અન્ય આજુબાજુના તાલુકા માંથી રાજકીય નેતાઓ, સંતો મહંતો, આગેવાનો વિવિધ શહેરથી આવેલ બ્રહ્માકુમારીઓ વગેરે ખૂબ મોટા પ્રમાણમાં આ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક ગીતોની લેખિકા અને ગાયીકા એવા બ્ર.કુ.ડો. દામિનીબહેન આધ્યાત્મિક ગીતો સાથે કરી હતી. ત્યારબાદ બ્રહ્મા કુમારી દીવના મુખ્ય સંચાલીકા ગીતા દીદી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.