શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરના જુના માર્કેટિંગ યાર્ડમાં પડેલા બારદાનના જથ્થામાં બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ સમયસરની કામગીરીને કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.ફાયર વિભાગનાં સ્ટેશન ઓફિસર રહીમ જોબનનાં જણાવ્યા મુજબ આજે માર્કેટિંગ યાર્ડના પાછળનાં ભાગમાં પડેલા નવા બારદાનનાં જથ્થામાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. જેને પગલે કોઠારીયા રોડ ફાયર સ્ટેશન અને રેલનગર ફાયર સ્ટેશન તેમજ ઊછઈનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. હાલ નોર્મલ સ્કોપ ચાલુ હોવાથી પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. જોકે, ફાયરની ટીમ સમયસર દોડી જતા મોટી દુર્ઘટના ટળી હતી.ઉલ્લેખનીય છે કે, આગની ઘટનાને લઈને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને જૂના યાર્ડ ખાતે નાસભાગ મચી હતી. આસપાસ દુકાન ધરાવતા વેપારીઓ પણ ફફડી ઉઠ્યા હતા. જોકે, ફાયર વિભાગની ટીમો સમયસર પહોંચી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.