શાળાના વિદ્યાર્થીઓએ આગથી બચવા અને આગ ઠારવા અંગેની માહિતી મેળવી
ખાસ-ખબર સંવાદદાતા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી શિશુમંદિર નવા થોરાળાના વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અવેરનેસ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સેફટી અંગેના લાઈવ ડેમો મૌલિકભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આગ લાગે ત્યારે તેનાથી બચવા અને આગ ઠારવા શું કરવું શું ન કરવું વિશે માહિતી મેળવી હતી. સરસ્વતી શિશુમંદિરમાં ફાયર સેફટી અવેરનેસ પોગ્રામના આયોજનને શાળાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે બિરદાવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ફાયર સેફટી અંગે વધુને વધુ તાલીમ મેળવે એવું જણાવ્યું હતું.