ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવામાં વામળું પુરવાર થયું
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવની બાજુમાં રાત્રીનાં આગની ઘટના બની હતી. આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગ વામળું પુરવાર થયું હતું. જોકે આગનાં કારણે કોઇ જાનહાની થઇ ન હતી. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવની બાજુમાં આવેલા ખેતરમાં ગત રાત્રીનાં આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ઘટનાનાં પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી હતી.
જૂનાગઢમાં ફાયરની કામગીરીને લઇ વારંવાર સવાલ ઉઠતા રહે છે. વધુ એક વખત ફાયરની કામગીરીને લઇ સવાલ ઉભા થયા છે. આ અંગે મુંજાવર અયાન પટણીએ કહ્યું હતું કે,વાડીની બાજુમાં આગ લાગી હતી. ફાયરની ટીમ આવી હતી. પરંતુ કોઇ જ પ્રકારની કામગીરી હાથ ધરી નથી.આગ તેની રીતે કાબુમાં આવી ગઇ હતી. ફાયર વિભાગ પાસે પુરતા સાધનો હતો નહી. બીજી તરફ ફાયર વિભાગનાં કર્મચારીઓએ પાણીની લાઇન સકેલી લેવા કહ્યું હતું. કારણે ફાયરની પાણીની લાઇન આગ સુધી પહોંચ શકે તેમ ન હતી. તેમજ અહીં જવા માટે કોઇ રસ્તો ન હોય કામગીરી અધુરી મુકી દીધી હતી. જોકે આ સામાન્ય ઘટના હતી.


