મોરબી ફાયર બ્રિગેડ ટીમે દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપર નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વહેલી સવારે ફાયર બ્રિગેડ મોરબીની ટીમે બનાવસ્થળે દોડી જઈને દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપર ઓવરબ્રિજ નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકના તમામ ટાયર તેમજ કેબિનમાં આગ પ્રસરી હતી. આ બનાવની જાણ મોરબી ફાયર બ્રિગેડ ટીમને કરવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી.