ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના દિવાન ચોક પાસે આવેલ સર્કલ ચોક વિસ્તારમાં એક ભંગનારના ડેલામાં લાકડાના ગોડાઉનમાં રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી. જયારે આ આગ લાગતા આસ પાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે તૂરંત જૂનાગઢ ફાયર વિભાગને જાણ કરતા બે ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. સદનસીબે કોઇને જાનહાની સર્જાઇ ન હતી. પ્રાથમિક દ્રષ્ટીએ આ આગ શોટ સર્કીટથી લાગી હોવાનું અનુમાન છે.
જૂનાગઢ સર્કલ ચોકના લાકડાંના ગોડાઉનમાં આગ લાગી
