મનપા ફાયર વિભાગે 10 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ અચાનક આગ લાગી હતી આ લાગતા મનપા ફાયરને કારખાના માલિકે જાણ કરતા તુરત ફાયર ટિમ આગના બનાવ સ્થળે પોહચી હતી અને આગ વધુ વિકરાળ બને તે પેહલા આગને કાબુમાં લીધી હતી.
- Advertisement -
દોલતપરા નજીક આવેલ રાધિકા બ્રશ વેર ઇન્ડસ્ટ્રીઝ જેના માલિક હસમુખભાઈ કાલરીયા મારુતિ હોટલ સામેના ખાંચામાં અંદર જીઆઇડીસી – 2ના પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગેલ હતી જેની જાણ જૂનાગઢ મહાનગર પાલિકા ફાયર વિભાગને તુરંત આગના બનાવ સ્થેળે પોંહચીને 10 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ વધુ વિકરાળ બને તે પેહલા આગને કાબુમાં લીધી હતી.પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગવાથી પ્લાસ્ટિક સહીતની કારખાના પડેલ માલસામાન બળીને ખાખ થતા નુકશાન થયું હતું જો કે, ફાયર વિભાગના અધિકારી જાનીએ જણાવ્યું હતું કે, આગનો કોલ આવતા તુરંત બનાવ સ્થળે પોંહચીને આગને કાબુ લીધી હતી હાલ સંપૂર્ણ આગ કાબુમાં આવી ગઈ છે.



