રાજકોટ શહેરના મોટી ટાંકી ચોક નજીક આવેલા હર્ષદ ફર્નિચર માર્ટના ગોડાઉનમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. વહેલી સવારે વિકરાળ આગ લાગતાં ફાયરની ટીમ 4 ગાડીઓ લઈને ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હાલ આગ આંશિક કાબુમાં આવી છે. સતત 5 ફાયર ફાયટરો દ્વારા બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજી પણ એક- દોઢ કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ શકશે. ફર્નિચરના ગોડાઉનમાં લાકડા વધુ રાખેલા હોવાથી આગને લઇને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ અંગે ફર્નિચરના ગોડાઉનના મેનેજર અબ્દુલ ભાઈનું કહેવું છે કે, ગોડાઉનની બાજુમાં રહેવાસીઓ વારંવાર કચરો નાખીને સળગાવતા હોવાના લીધે આગ લાગી છે. આગની ઘટનાને લઈને લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં મોટી ટાંકી ચોક નજીક ફર્નિચરના ગોડાઉનમાં આગ ભભૂકી

You Might Also Like
TAGGED:
fire, furnitureshop, motitankichowk, Rajkot, આગ, ફર્નિચર, મોટીટાંકીચોક, રાજકોટ
Follow US
Find US on Social Medias