MPના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં આગનો બનાવ
ફેક્ટરીનો માલિક ભાજપનો નેતા હોવાનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 11 લોકોનાં મોત થયા છે. ભોંયરામાં જ્યાં ગનપાઉડર રાખવામાં આવ્યો હતો અને કામદારો કામ કરી રહ્યા હતા તેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ માટે વારાણસીથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ગઉછઋ)ના 35 સભ્યોની ટીમ આવી છે. ફેક્ટરીમાંથી કાટમાળ હટાવવાની કામગીરી આખી રાત ચાલુ રહી હતી.
મંગળવારે મોડી રાત સુધી 204 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 51 લોકોને ભોપાલ, ઈન્દોર અને નર્મદાપુરમ રિફર કરવામાં આવ્યા હતા. ઘણા હજુ પણ ગુમ છે. ગઉછઋ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. જેસીબી અને પોકલેન મશીન વડે રાતોરાત કાટમાળ હટાવવામાં આવ્યો હતો. બુધવારે બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહી હતી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવ બુધવારે હરદા જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. આ અકસ્માતમાં ફેક્ટરીની આસપાસ બનેલા 60 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે 100થી વધુ ઈમારતોને ખાલી કરાવવામાં આવી હતી. હરદાના એસડીએમ કેસી પાર્ટેનું કહેવું છે કે ફેક્ટરી અનફિટ હતી.
કારખાનાના માલિકો રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનને પોલીસે રાજગઢ જિલ્લાના સારંગપુરમાંથી રાત્રે 9 વાગ્યે ધરપકડ કરી હતી. તેમની સામે હરદા સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -