દિલ્હીના અલીપુરમાં આવેલી કલર કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11થી વધુ લોકો જીવતા સળગી ગયાં હતા.
દિલ્હીના અલીપુરના દયાલપુર માર્કેટમાં ગુરુવારે સાંજે કલર ફેક્ટરીમાં આગ લાગતાં 11થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા. ગુરુવારે સાંજે ફેક્ટરીની સીડીમાં આગ લાગી હતી અને તે જોતજોતામાં આખી ફેક્ટરી આગમાં સપટાઈ ગઈ હતી. બહાર જવાનો રસ્તો એક જ સીડી હતી અને ત્યાંથી આગની શરુઆત થઈ હતી એટલે મજૂરો બહાર જઈ શક્યા ન હતા. આગે લગભગ 4 કલાક સુધી ખૌફનાક મંજર ચલાવ્યો હતો અને આટલા સમયમાં 11 મજૂરો અને આખી ફેક્ટરીને સળગીને ખાખ કરી નાખી હતી. આગની ભયાનકતા એટલી હતી કે અંદર આવેલી દુકાનો અને આજુબાજુની દિવાલો પણ ફસકી પડી હતી.
- Advertisement -
@ZeeNews @aajtak @ABPNews Fire at delhi alipur 110036 pic.twitter.com/PSMtAxwmYj
— Anurag (@Anurag30172361) February 15, 2024
- Advertisement -
4 કલાક બાદ આગ કાબુમાં આવી
ઘટનાને નજરે જોનાર સુમિત ભારદ્વાજે જણાવ્યું કે આ ઘટના સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. વિસ્ફોટનો અવાજ સાંભળીને બધા અહીં ભેગા થઈ ગયા. અમે આગને ઓલવવા માટે ખૂબ પ્રયાસ કર્યા હતા. 7-8 જેટલા ફાયર ટેન્ડરો પણ અહી પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.