ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં આવેલ મહાવીર ગેસ્ટહાઉસે મંજૂરી વગર મનપાની માલિકીની જગ્યા પર બોર્ડ લગાવતા તંત્રએ રૂા.5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂનાગઢ શહેરના ભવનાથક્ષેત્રમાં આવેલ મહાવીર ગેસ્ટ હાઉસ દ્વારા મહાનગરપાલિકા જૂનાગઢની કોઇ પણ જાતની મંજૂરી વગર પોતાના ગેસ્ટ હાઉસ બહાર મનપા માલિકીની જગ્યામાં બોર્ડ ટ્રાફિકને અડચણરૂપ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જે બદલ તેની સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. નાયબ કમિશનરની સુચનાથી ટેકસ સુપ્રિટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા રૂા.પાંચ હજારનો દંડની ફટકારવામાં આવ્યો હતો. તેમજ ભવિષ્યમાં આવી કોઇ ભૂલ ન થાય તેવી બાહેધરી પણ લેવામાં આવેલ હતી.