ફિલ્મ પ્રોડ્યુસર પ્રજ્ઞા કપૂર એક ઇકોસેન્ટ્રીક છે અને વાતાવરણ પ્રત્યે તેમને ખૂબ જ લગાવ છે. તેમની એન્વાયરમેન્ટ ડ્રીવન ફિલ્મ ‘Maali’ ઓગસ્ટ 18નાં ઓજ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ – Melbourne માં સ્કીન કરવામાં આવી હતી અને હવે ઓફિશિયલી શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટીવલનો ભાગ છે.
- Advertisement -
View this post on Instagram
ફિલ્મ એન્વાયરમેન્ટને લગતી તકલીફો પર બનાવવામાં આવી છે
- Advertisement -
‘Maali’ એક 16 વર્ષની તુલસીની એક શાંત ડુંગરાળ વિસ્તારથી ગીચ જંગલ સુધીની સફર સફર છે જેમાં તે શહેરના જીવનને, પીડા, એકલતા અને ડિપ્રેશનને પણ અનુભવે છે. ફિલ્મને શિવ. સી. શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મને IFFMમાં ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને આ ફિલ્મ વધતા જતા ઔધોગીકરણ અને શહેરીકરણની મેન્ટલ હેલ્થ પર શું અસર પડે છે, તે દર્શાવે છે.
View this post on Instagram
શું કહે છે પ્રજ્ઞા કપૂર?
પોતાની ફિલ્મનું CSAFFમાં સિલેક્શન થવાથી ખુશી વ્યક્ત કરતાં પ્રજ્ઞા કહે છે કે માણે ખૂબ જ ખુશી થાય છે કે ફિલ્મને આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે. જ્યારે મેં પહેલીવાર સ્ટોરી વિશે સાંભળ્યું, ત્યારથી મારી આ ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા હતી. આ ફિલ્મ આજની હકીકતને દર્શાવે છે અને દર્શાવે છે કે આપણે આપણાં સ્વાર્થને કારણે કયા પ્રકારે પ્રકૃતિનો નાશ કરી છીએ. માણે લાગે છે બિનપારંપરિક ક્રિએટર્સને પણ ચાન્સ આપવો જોઈએ. હું ખૂબ જ આભારી છું કે મને ‘MAALI’નો ભાગ બનવાની તક મળી.