ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના થોરાળા ગામના સીમ વીસ્તારમાં શુક્રવારના રોજ કોઈ જંગલી જાનવરના પંજાના નિશાન જોવા મળ્યા હતા જે બાદ ગામમાં દીપડો આવ્યો હોવાની અને આસપાસ વિસ્તારમાં તેના આંટાફેરા વધ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું જેથી ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના બાદ સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી જોકે વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ જે ફોટોગ્રાફ સામે આવ્યા છે તે દીપડાના પગના નિશાન હોવાની શક્યતા છે જોકે ઝરખ અને દીપડાના પગના નિશાન સરખા દેખાતા હોય છે જેથી આ અંગે તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે.