ખાસ-ખબર સંવાદદાતા
પ્રશ્નાવાડા ગામે શ્રીએમ.જે.ઝાલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્મયિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ધો-10, 12નાં છાત્રોને વિદાય સમારંભ તેમજ ભુતપૂર્વ છાત્રો, નિવૃત કર્મીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંસ્થાના આદ્ય સ્થાપક કાળાભાઈ ઝાલા, જશાભાઈબારડ, ભગવાનભાઈબારડ, ગોવિંદભાઈ પરમાર, કિરીટભાઈ પટેલ, જીએચસીએલનાં ડાયરેકટર રાંદલ જાદવ, પંકજભાઈ વાજા, દિલીપભાઈ ઝાલા, દિલીપભાઈ બારડ, શૈલેન્દ્રસિંહ રાઠોડ, રાજવિરસિંહ ઝાલા, હાજાભાઈ જાદવ, કેશુભાઈ જાદવ, જાદવભાઈ ભોળા, જયસિંહભાઈ ઝાલા, વરસિંગભાઈ ઝાલા, વજુભાઈ મોરી, બાલુભાઈ રાઠોડ, મસરીભાઈ પટેલ, વિરસિંહભાઈ જાદવ સહિતના હાજર રહ્યાં હતા. અને110 છાત્રો જેમાં આર્મી, ક્લાસ વન-ટુ, આચાર્ય, શિક્ષકોનું સન્માન કરાયું હતું. જ્યારે આ સંસ્થા 1982થી કાર્યરત હોય ત્યારથી અત્યાર સુધીના તમામ છાત્રોનું સન્માન કરાયું હતું.