ગિરનાર જંગલોમાં બીજનું વાવેતર પણ કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્લાસવા ગામના ખેડૂત પુત્ર અતુલ શેખડાએ સીતાફળની નવી જાતનું વાવેતર કર્યું છે. પોતાની વાડીયે લાલ સીતાફળની ખેતી કરી છે.અતુલભાઈના જણાવ્યા અનુસાર 25 વર્ષ પેહલા સણોસરાથી લાલ સીતાફળનું બીજી લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું છે,ત્યારે લાલ સીતાફળની અન્ય સીતાફળ કરતા મીઠાશ વધુ જોવા મળે છે.અતુલભાઈએ લાલ સીતાફળના બીજ જંગલમાં આવતા જતા ગિરનાર જંગલોમાં વાવેતર કર્યું છે.જેથી આગામી વર્ષોમાં પક્ષી અને વન્ય પ્રાણીને ફાયદો થશે.લાલ સીતાફળનું ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યના અનેક ખેડૂત બીજ આપ્યા છે.હાલ માત્ર પોતાના પરિવાર માટે 7 થી 8 લાલ સીતાફળનાં ઝાડનું વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં લાલ સીતાફળ બજારમાં પણ જોવા મળશે.