આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ 2023 અન્વયે હલકા ધાન્યનું ખોરાકમાં મહત્વ સમજાવાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ખાતે 15 ફેબ્રુઆરીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ 2023 નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ બાજરો, જુવાર, રાગી, સામો, કોદરા, દેશી મકાઈ, કાંગ વગેરે સાત ધાન્યનો કે જે પચવામાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું તેવા હલકા ધાનનું ખોરાકમાં શું મહત્વ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી.
આ સેમીનારમાં દાજીબાપુએ ધાન્ય પાકોનું પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે આ કેન્દ્રના નિલેશભાઈ, ગમનભાઈ, ઝાલરીયાભાઈ, દલસાણીયાભાઈ અને વિનુજીએ ફિલ્ડ મુલાકાત કરાવી હતી અને સેમિનારના અંતે ડો. વડારીયાએ આભારવિધિ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મિલેટ વર્ષ નિમિતે જો કોઈ સ્કૂલ આવા સેમિનારનું આયોજન કરવા માંગતા હોય તો આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી મો. 9426972590 અને ડી. એ. સરડવા મો. 9426784628 નો સંપર્ક કરી શકાશે.