બિલેશ્વરના ખેડૂતે સરકારી યોજનાનો લાભ લઇ આંબાનું વાવેતર કર્યું
મનરેગા યોજના અંતર્ગત શ્રમિકોને રોજગારી સહિત અલગ-અલગ આઠ કેટેગરીમાં લાભ આપવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત અલગ-અલગ આઠ કેટેગરીનો સમાવેશ કરાયો છે. આ તમામ કેટેગરીમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને અને શ્રમિકોને રોજગારી સહિતના લાભ આપવામાં આવે છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરના માર્ગદર્શનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને સમગ્ર ટીમ દ્વારા મનરેગા યોજનામાં વિશેષ લાભ મળે તેવા સાર્થક પ્રયાસ કરાયા છે.
- Advertisement -
મનરેગા હેઠળ એક યોજનામાં સાડા બાર વીઘાથી ઓછી જમીન ધરાવતા નાના-સીમાંત ખેડૂતોની ગાઈડલાઈનમાં આવતા ખેડૂતોને બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત બાગાયતી રોપાના વાવેતર માટે ખેડૂતોને લાભ આપવામાં આવે છે. નાના અને સિમાંત ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ યોજના અંતર્ગત પોરબંદર જિલ્લાના બિલેશ્વર ગામના ખેડૂતોને લાભ અપાયો છે. બિલેશ્વર ગામના ભરતભાઈ ડાયાભાઈ લુદરીયા નામના ખેડૂતને મહાત્મા ગાંધી નરેગા યોજનાનો લાભ મળ્યો છે.
બિલેશ્વર ગામના આ લાભાર્થી ખેડૂતની પસંદગી મનરેગાની ગાઈડલાઈન હેઠળ કરાઈ છે. મનરેગા યોજના અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી છે. બિલેશ્વર ગામમાં ભરત ડાયાભાઈ લુદરીયાને તેમના ખેતરમાં 450થી વધુ આંબાના રોપાના વાવેતર કરવા માટે લાભ મળ્યો છે. રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે ખેડૂત વ્યક્તિગત પાત્રતા ધરાવતા પસંદગી કરાઈ છે અને તેઓના ખેતરમાં આંબાનું વાવેતર થયું છે. મનરેગા યોજના અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ 65 ટકા કૃષિ વિષયક કામની ગાઈડલાઈન મુજબ કામની પસંદગી કરાય છે. મનરેગા યોજના અંતર્ગત આ કામમાં શ્રમિકોને રોજગારી પણ પૂરી પાડવામાં આવે છે. વ્યક્તિગત લાભાર્થીને મનરેગા યોજનાના લાભ આપી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરાય છે. ખેડૂતે પોતાની સાફલ્ય ગાથા પણ જણાવી હતી. આમ, બિલેશ્વર ગામના ખેડૂતને યોજનાનો લાભ મળ્યો છે.