હીરાસર એરપોર્ટ ઉપર આવતા જ પોલીસે ગુનો નોંધી દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુંબઈથી રાજકોટ ફ્લાઇટમાં આવતા ચાલુ ફ્લાઇટે બિયરનું ટીન ખોલી નસો કરતાં સરધારના ખેડૂત ઉપર ક્રુ મેમ્બરની નજર જતાં ફ્લાઈટ હીરાસર એરપોર્ટ લેન્ડ થતાં જ પોલીસને અગાઉથી જાણ કરી દીધી હોય પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
- Advertisement -
એરપોર્ટ પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ વાય.કે.ચૌહાણે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે તે એરપોર્ટ પોલીસ સ્ટેશન પર ફરજ પર હાજર હતાં ત્યારે ઇન્ડીગો કંપનીના સિક્યુરીટી આસિસ્ટન્ટ મેનેજરનો ફોન આવેલ અને કહેલ કે એરપોર્ટ પર એક શખ્સને બેસાડેલ છે જેને ઇન્ડીગો કંપનીની મુંબઇથી હીરાસર આવતી ફલાઇટ નંબર 6 ઈ 5321માં ચાલુ ફલાઇટે કેફી પ્રવાહીનું સેવન કરેલ છે જેથી તે સ્ટાફ સાથે હીરાસર એરપોર્ટ દોડી ગયા હતા અને સિક્યુરીટી આસીસટન્ટ મેનેજરએ લેખીત રિપોર્ટ સાથે એક શખ્સને સોંપેલ જેની તપાસ કરતા તે કેફી પ્રવાહી પીધેલ હોવાનું જણાતા નામ ઠામ ભાવેશ વશરામ કયાડા ઉ44 સરધારનો રહેવાસી હોવાનું જણાવતા ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછતાછમાં તે મુંબઈ ધંધાર્થે ગયો હતો અને તે પરત ફરતો હતો ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી ચાર બિયરના ટીન ખરીદ્યા હતાં. જેમાંથી ત્રણ બિયરના ટીન તે ત્યાં જ પી ગયો હતો જ્યારે એક ટીન સાથે લાવતો હતો અને તે ફ્લાઈટમાં ત્યાંથી બેસેલ બાદ ફ્લાઈટ ટેકઓફ થતાં જ તેની પાસે રહેલ બિયરનું ટીન ખોલી નશો કર્યો હોવાની કબૂલાત આપી હતી.