રાજકોટ-જામનગર હાઇવે પર બની કરૂણાંતિકા
સાસુ-જમાઈ સહિત એક બાળકનું મોત, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર-રાજકોટ હાઇવે પર વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવાર અધવચ્ચે જ વિખાઈ ગયો છે. જામનગરનો પરિવાર હોન્ડા સિટી કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંગમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટિયા પાસે આવેલી આશાપુરા હોટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં કારનો ભુક્કો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે પર જ કારમાં સવાર પાંચ પૈકી બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં એક બાળકનું મોત થયું છે.