ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
સમાજવાદી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે મહાકુંભ મેળામાં બોટવાળા લોકોનું શોષણ કરવામાં આવ્યું હતું, પણ એનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં એક બોટ ચલાવતા પરિવારે 45 દિવસમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બોટવાળા પાસે 130 બોટ છે.
દરેક બોટ પર આ બોટવાળા પરિવારને 45 દિવસમાં 23 લાખ રૂપિયાની કમાણી થઈ છે. આમ દરરોજ એક બોટની કમાણી 50,000થી પર,000 રૂપિયા રહી હતી.