માથાના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અવિનાશ ધુલેશિયાનું મોત નીપજ્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે વહેંચી ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને માટે સોસાયટી બહાર પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. જો કે બે દિવા પૂર્વે ગુંડાઓની જેમ ઘસી આવી 5 જેટલા શખ્સોએ નશાની હાલતમાં ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આજે રાત્રે ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્તને દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે.
સિવિલ હોસ્પિટલ ખાતે મરનારના પરિવારજનો દ્વારા કડક કાર્યવાહીની માંગ સાથે 302 તથા 120 (બી)ની કલમ હેઠળ મદદગારી કરવા બદલ 3 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સ્નેહીજનોએ જ્યાં સુધી ગુનેગારને પકડીને યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની ના પાડી છે.


