મોરબી LCBએ રાજસ્થાનના ડમ્પર ચાલકને ઝડપ્યો: કુલ 25.93 લાખનો મુદ્દામાલ કબજે, અન્ય એક આરોપીનું નામ ખુલ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળિયા-હળવદ હાઇવે પરથી ડમ્પરના ઠાઠામાં પતરા અને તાલપત્રીની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે એલસીબીએ માળિયાના ભીમસર ચોકડી નજીક ઓવરબ્રિજ સર્વિસ રોડ પર વોચ ગોઠવી હતી. ડમ્પર (ૠઉં 36 ટ 5003)ને રોકીને ચેક કરતા તેમાંથી વ્હીસ્કીના 4320 ચપલા (કિં. રૂ. 5,18,400) અને બિયરના 2568 ટીન (કિં. રૂ. 5,64,960) મળી આવ્યા હતા.
પોલીસે ડમ્પર ચાલક ચુનીલાલ અમેદારામ હુડા (રહે. રાજસ્થાન)ને સ્થળ પરથી ઝડપી લીધો છે. દારૂ અને બિયરનો જથ્થો, ડમ્પર (કિં. રૂ. 15 લાખ) અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 25,93,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ માલ મોકલનાર વિજય જેન્તીભાઈ પટેલ (રહે. દેવળિયા, તા. હળવદ)નું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી, ફરાર આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
- Advertisement -