ખાસ-ખબર સંવાદદાતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રા જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભો આપવાના હેતુ સાથે ગામેગામ ફરી રહી છે. વંથલી તાલુકાના વસપડા ગામે આજે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભાવભેર સ્વાગત કર્યું હતું. આ તકે તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સહિતના આગેવાનો અધિકારીઓની ઉપસ્થિતિમાં જુદી જુદી સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. ઉપરાંત આ કાર્યક્રમની સાથે ડ્રોન નિદર્શન પણ કરવામાં
આવ્યું હતું.
વંથલીના વસપડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડ્રોન નિદર્શન કરાયું
