ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ડેપો ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ” અભિયાન અંતર્ગત શ્રી કીડીવાવ શૈક્ષણિક સંકુલ સીમારના બહેનો અને ભાઈઓ દ્વારા સ્વચ્છતા રેલી અને શહેરી નાટક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમા કીડીવાવ શૈક્ષણિક સંકુલ સીમારના બહેનો દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતી આવે તે માટે નાટક રજુ કરવામાં આવ્યુ હતુ તેમજ સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી.અને સ્ટાફ અને મુસાફર જનતામાં સ્વચ્છતા જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે વેરાવળ ડેપો મેનેજર દિલીપભાઈ શામળા,કીડીવાવ શૈક્ષણિક સંકુલ સીમારના કર્મચારીઓ અને વિદ્યાર્થિઓ સહિતના એસ.ટી વિભાગના કર્મચારીઓ સહિતના મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળ ડેપો ખાતે ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત નાટક અને સ્વચ્છતા રેલી યોજાઈ
