રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભયાનક સડો
સદાદિયા અને પુજારાએ કામચોર શિક્ષકોને ભરપૂર છાવર્યાં અને બેઉને નેતાઓએ દિલ ખોલીને ખોટું કરવાનો પરવાનો આપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કેટલાક શિક્ષકો એવા પણ છે જેમને બાળકોને ભણાવવું જરાપણ ગમતું નથી. વળી અમુક શિક્ષકોને તો શિસ્તબદ્ધ રીતે ફરજ પર હાજર રહેવું જ નથી. આવા દોઢ ડઝન કામચોર કર્મચારીઓને ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા શિક્ષણ સમિતિના કાર્યાલયમાં સાચવી બેઠા છે. ચેરમેન વિક્રમ પુજારનો ડાબો હાથ ગણાતા શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાની મંડળીના દોઢ ડઝન શિક્ષકોએ ઓર્ડર કઢાવી શિક્ષણ સમિતિની ઓફિસમાં કામગીરી મેળવી લીધી છે. જોકે અહીં પણ કામચોર શિક્ષકો કશું કર્યા વિના માત્ર પડ્યાપાથર્યા જ રહે છે.
ઓફિસમાં કામગીરી માટેનો ઓર્ડર કઢાવી લેનારા કામચોર શિક્ષકોના સ્કૂલના આચાર્ય દ્વારા કેટલીવાર લેખિત અરજી કરી શિક્ષકોને સ્કૂલે ભણાવવા મોકલવા માટે જણાવાયું છે પરંતુ આવી અરજીઓ નજરઅંદાજ કરી દેવામાં આવી છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. હકીકતમાં જો શિક્ષકોને ક્લાર્કની જગ્યાએ ઓર્ડર ફાળવી શિક્ષણ સમિતિના કાર્યાલયમાં ખાસ ફાળવવામાં આવ્યા હોય તો તેઓને ક્લાર્કની જેમ સવારે 10થી 6 વાગ્યા સુધી હાજર રહી કાર્ય કેમ કરાવતા નથી? ઓર્ડર કરી આવેલા શિક્ષકો માત્ર 12થી 5 જ હાજર રહે છે તેમાં પણ તેઓ કશું કામ તો કરતા જ નથી.
- Advertisement -
તાત્કાલિક ક્લાર્કની ભરતી કરીને ઓર્ડર મેળવી શિક્ષણ સમિતિની કચેરીમાં રહીને બાળકોને ભણાવવા ન જતા શિક્ષકોને છૂટા કરી દેવા જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે પરંતુ ચેરમેન વિક્રમ પુજારા શિક્ષણ સમિતિમાં દિનેશ સદાદિયાના કહેવાથી ગોઠવાયેલા કામચોર શિક્ષકોને છાવરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ તેઓ આર્થિક લાભ ખાટવા માટે ક્લાર્કની ભરતીનું નાટક પણ કરી રહ્યા હોવાનું શિક્ષણ સમિતિના જ સભ્યોમાં ચર્ચાઈ રહ્યું છે.
શિક્ષણ સમિતિના કાર્યાલયમાં ગોઠવાયેલા કામચોર શિક્ષકોની યાદી
મૃગેષ લાઠીયા
સંજય જાટીયા
જયંતિ ગાજીપરા
બાબુ રાઠોડ
સુશાંત સિદ્ધપુરા
નરેશ મહેતા
દિપક ગોસ્વામી
મગન બગડા
સંજય ચાવડા
દિપક જોશી
મહેશ મુંગરા
ગુલામનબી વારૈયા
મનસુખ રાણપરીયા
મોહિત ટાંક
પુજારા અને આરદેશણા શિક્ષકોને સાચવવા માટે સમિતિમાં કાયમી ક્લાર્ક ભરતી કરતા જ નથી!
રાજકોટ શહેર ભાજપના પૂર્વ અને વર્તમાન બંને પ્રમુખ દ્વારા શિક્ષણ સમિતિ કચેરી પર જઈને રૂબરૂમાં ક્લાર્કની જગ્યાએ કામ કરવા રોકાયેલા શિક્ષકોને પરત શાળાએ બાળકોને ભણાવવા મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. સરકાર અને સંગઠનમાંથી કાયમી ક્લાર્કની ભરતી કરવા માટે વારંવાર સુચના આપવામાં છતાં પણ ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા આવા શિક્ષકોને સાચવવા માટે થઈને સમિતિમાં કાયમી ક્લાર્કની ભરતી કરતા જ નથી.