ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેનદ્ર બગડીયાતથા નાયબ પોલીસ કમિશનર જગ્દીશ બાંગરવા ઝોન-2 તથા મદદનીશ પોલીસ કમિશ્નર દક્ષીણ વિભાગ બી.જે.ચૌધરીનાઓએ સાયબર ક્રાઇમ દ્વારા જે અરજદારઓએ સાયબર ફ્રોડથી રૂપીયા ગુમાવેલ હોય તે પરત અપાવવા સુચના કરેલ હોય જેથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.જી.બારોટ ના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન સાયબર ટીમના ઇન્ચાર્જ પો.હે.કોન્સ જયેન્દ્રસિંહ મદારસિંહ તથા પો.કોન્સ. અમીતકુમાર ખીમજીભાઇ તથા મનીષભાઇ પરબતભાઇ નાઓ દ્વારા અરજદાર ઓને સાયબર ફ્રોડ થી ગુમાવેલ રૂપીયા પરત અપાવવામાં આવ્યા હતા.જેમા અરજદાર ખુશાલીબેન ચંદ્રેશભાઇ ગોંડલીયા નાઓને ક્રેડીટકાર્ડ ડીપાર્ટમેન્ટમાથી ફેક કોલ આવ્યો હતો અને કોઇ અજાણી એપ્લીકેશન ડાઉનલોડ કરાવેલ જેથી અરજદારના ક્રેડીટકાર્ડમાથી રૂ.29,740/- ડેબીટ થયેલ આ રીતે સામાવળાએ સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.29,740/- પરત અપાવેલ છે.આનંદ ભરતભાઇ પુજારા નેઅજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને વોટસએપમા ચંપલના ફોટા મોકલેલ અને અરજદાર ને ગમતા તેમણે તે ચંપલ ની કુલ 350 જોડી મંગાવેલ અને તેનુ પેમેન્ટ કરેલ પરંતુ માલ મોકલેલ નહી અને આ રીતે સામાવળાએ સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.43,000/- પરત અપાય.મીત ઇન્સ્ટાગ્રામમાથી અમરનાથ યાત્રા નુ પેકેઝ બુકીંગ કરાવેલ જેમા સામાવાળાએ તેમની સાથે સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.52,000/- પરત અપાવવામાં આવ્યા.અરજદાર મોનીક બીપીનભાઇ લોઢીયા ઇન્સ્ટાગ્રામમા તેમના મીત્રના ફેક હેક કરેલ આઇ ડી માથી ક્રીપ્ટો મા રોકાણ કરી ટુકા સમયાગાળામા જ વધારે પૈસા કમાવવાની લાલચ આપી સામાવાળાએ અરજદારશ્રી સાથે સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.32,100/- પરત અપાવવામાં આવ્યા.ઇશ્વાબેન અતુલભાઇ મકવાણા તેમના મીત્ર દ્વારા જ ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી અરજદારશ્રી સાથે સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.25,000/- પરત અપાવવામાં આવ્યા.
હેમાંગ લલીતકુમાર શાહ અજાણ્યા એકસીસ બેંકની લીંક નો મેસેજ આવેલ જેના પર ક્લીક કરતાની સાથે જ અરજદારના મોબાઇલમા અજાણ્યા નંબર પરથી ફોન પણ ચાલુ થઇ ગયેલ અને ઓ ટી પી આવવા લાગેલ અને ઓ ટી પી આપ્યા વગર અરજદાર સાથે સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.81,145/- પરત અપાવવામાં આવ્યા.સમીરભાઇ સ્વદાસ પંજાબ નેશનલ બેંકમાથી મેનેજરનો ફ્રોડ કોલ આવ્યો હતો અને તેઓની એપ્લીકેશનના યુઝર આઇડી તેમજ પાસવર્ડ લઇને અરજદાર સાથે સાયબરફ્રોડ કર્યો હોય જેના રૂ.14,000/- પરત અપાવેલા હતા. દીવ્યેશભાઇ કમલેશભાઇ બુંદેલા (રહે.રાજકોટ વાળાનાઓને સામાવાળાએ લોટરીના નામે સાયબરફ્રોડ કરેલ હોય જેના રૂ.12,868/- પરત અપાવેલ છે.અશ્વિનભાઇ ગુમાનસિંહભાઇ જરિયા રહે.રાજકોટ વાળા નાઓને સામાવાળાએ ઘકડ એપમાં એક ફ્રીજ અને એરક્ધડીસર સસ્તા ભાવે આપવાની લાલચ આપી અને પોતે આર્મીમા છે તેવી ખોટી ઓળખ આપીઅરજદાને વિશ્વાસમા લઇ સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.9500/-પરત અપાવ્યા હતાં. માનશી જયેંદ્રભાઇ જોશી રહે રાજકોટ વાળા નાઓને સામાવાળાએ ઇન્સ્ટાગ્રામમાંથી ટીફીન સેવા ચાલુ કરાવેલ અને સામાવાળાએ અરજદાશ્રીને વિશ્વાસમા લઇ સાયબર ફ્રોડ કરેલ હોય જેના રૂ.1200/-પરત અપાવેલ છે. આમ ઓનલાઇન ફ્રોડથી અરજદારઓએ ગુમાવેલ રૂ. 2,87,685/- પરત અપાવવામા આવેલ છે