વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડને નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.27
સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ખેડૂતોએ દિલ્હી-ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમનું જિવંત પ્રસારણ નિહાળ્યું હતું. સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા તમામ પંચાયત/ગામોમાં ખ-ઙઅઈજ, ઉફશિુ ઋશતવયિુ સહકારી મંડળીઓની રચના કરવાના નિર્ણય પરત્વે દેશમાં નવી રચવામાં આવેલ 10,000 ખ- ઙઅઈજ, ઉફશિુ ઋશતવયિુ સહકારી મંડળીઓ સંબંધે ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સમાંતર ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કોડિનાર ખાતે નાલંદા વિદ્યાલયમાં યોજાયો હતો.
- Advertisement -
ધી કોડિનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કીંગ યુનિયન લી.ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સૂત્રાપાડા તાલુકાના નવરચિત ઘંટિયા મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, કંટાળાની શ્રી કૃષ્ણા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, વિઠલપુર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. ને નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ સહકારથી સમૃદ્ધિનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. સહકારી મંડળીઓ ગીર સોમનાથ જિલ્લા રજીસ્ટ્રાર જયકુમાર શાહે જિલ્લામાં સહકારિતા ક્ષેત્રની પ્રવૃત્તિઓના આયોજન, નોંધણી સહિતની પ્રક્રિયા, આર્થિક ઉન્નતિની વિગતો, સહકારી મંડળીને લગતી કામગીરીની રૂપરેખા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.”સહકારથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર કરવા ભારત અને ગુજરાત રાજય સરકાર કટિબદ્ધ છે, ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ દિલ્હી તેમજ ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમનું જિવંત પ્રસારણ નિહાળ્યું હતું.