ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના (ઙખ-ઙઘજઇંઅગ) અંતર્ગત સાયકલોન સેન્ટર આજોઠા ખાતે મિલેટ-જાડાધાન બાજરાની વાનગીઓની જિલ્લા કક્ષાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સ્પર્ધકોએ મુખ્યત્વે જાડા ધાન અને બાજરાનો ઉપયોગ કરી વાનગીઓ તૈયાર કરી હતી. જેમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને નાયબ કલેકટર મધ્યાહ્ન ભોજન જે.જે.કનોજિયાએ અનુક્રમે 10,000, 5000 અને 3000નો ચેક અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં વેરાવળ, ઉના, તાલાલા, ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા તાલુકા કક્ષાએ વિજેતા એવાં કુલ 12 સ્પર્ધકોએ ભાગ લઈ જુવારના ઉપમા, જુવારના સ્ટીમઢોકળા, મિક્સ લોટના લાડુ, બાજરાનો ખીચડો, મિક્સ લોટના શીરા જેવી અવનવી વાનગીઓ તૈયાર કરી હતી. વિજેતા ઉપરાંત અન્ય સ્પર્ધકોને 501 રૂ.નું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યુ હતું.આ વાનગી સ્પર્ધામાં વિજેતા કોડીનાર રામનગર પ્રાથમિક શાળાના ગૌસ્વામી જ્યોતિબહેનને (પ્રથમ ક્રમ) રૂ.10 હજાર, મીઠાપુર પ્રાથમિક શાળાના અપારનાથી દિવ્યાબહેનને (દ્વિતિય ક્રમ) રૂ.5 હજાર અને ગુંદરણ પ્રાથમિક શાળાના પીઠિયા ભાવનાબહેનને (તૃતિય ક્રમ) રૂ.3 હજારનો ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આજોઠા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના અંતર્ગત જિલ્લાની કૂકિંગ સ્પર્ધા યોજાઈ



