હળવદ રાણેકપર રોડ કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ
5 ગામ અને 7 સોસાયટીના લોકોને પારાવાર મુશ્કેલી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.8
હળવદ રાણેકપર રોડનુ કમ હાલમાં સ્થાપત્ય ક્ધસ્ટ્રકશન અને બિલ્ડીંગ ડેવલોપર્સ – મોરબી ના કોન્ટ્રાક્ટરએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી રોડ ડાયવર્ઝન વગર ખોદીને મૂકી દેતા પાંચ ગામ અને છ થી વધુ સોસાયટીના લોકોને આવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ સાવ બંધ કરી દેવામાં આવતા કાદવ કીચડ કાંકરાથી રહેવાસીઓ ભારે પરેશાન છે.આ અંગે એક જાગૃત નાગિરકે વીડિયો ઉતારીને કોન્ટ્રાકટર અને તંત્રની પોલ ખોલતો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરી શરુ તો કરવામાં આવી હતી પરંતુ ડાયવર્ઝન કાઢ્યા વગર રસ્તો એક સાઈડના બદલે બંને સાઇડ પૂરેપૂરો ખોદી નાખ્યો હતો જેના કારણે આજુબાજુની છ થી વધુ સોસાયટી તેમજ પાંચ ગામના લોકોને આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સોસાયટીના લોકોને ઈમરજન્સી પોતાનું ફોરવીલ બહાર કાઢવું હોય તો પણ સોસાયટીની બહાર નીકળે તેમ નથી જેમાં મહર્ષિ ટાઉન શીપ, 1,2. આનંદ બંગ્લોઝ, સાનિધ્ય બંગલો,ના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
આજુબાજુના ગામો રાણેકપર ગોલાસણ, મેરુપર.સહીતાના લોકોને આવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બિસ્માર કાદવ કીચડ હાલતમાં રોડ હોવાથી સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ચુંટણી સમયે ઠાલાં વચનો આપીને હાથ તાળી દેતા એકય દેખાતાંઈ નથી તેવું રહીશોએ જણાવ્યું હતું. રોડનું કામ વગર ડાયવઝેન ચાલું કરી દેવાતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય હાલ વરસાદની સીઝન હોવાથી વરસાદી પાણી ભરાય જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં કેટલાક મોટરસાયકલ સવારો પટકાયાં છે.મોટા અકસ્માત ની શક્યતાઓ છે. એટલું જ નહીં બાજુમાં હળવદની મોટામાં મોટી સ્કૂલ આવેલી છે જેના વિદ્યાર્થીઓને પણ આવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.કોન્ટ્રાકટર ની બેદરકારીના કારણે અનેક વાહનચાલકો ખાબકીયા બનાવ બન્યા છે. રોડ એક બાજુ ખોદકામ કરીને બનાવાને બદલે આખો રોડ ખોદી નાખતા સોસાયટીના લોકોઅને સ્કુલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.લોકોને વાહન લઇ ઘર બહાર નીકળવુ મુશ્કિલ બન્યુ દરોજ અનેક વાહનો ફસાયછે. ત્યારે હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવે સહિતના 40 થી વધુ સોસાયટીના રહીશોએ એકઠા થઈને કોન્ટ્રાક્ટરને આનો તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી જો સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કંઈ પણ અકસ્માત સર્જાશે તો તેની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેમ પણ જણાવ્યું હતું. જ્યાંરે યુવા આગેવાન ચંદુભાઈ મોરીએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી..