ખાસ-ખબર સંવાદદાતા
આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત દેશનું સ્વરૂપ કેવું હશે તે બાબતને કેન્દ્રમાં લઈને કાર્યરત સંસ્થા સુરત લીટરેરી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરત લિટ ફેસ્ટ 02ના પ્રથમ દિવસે ભારત દેશના મહત્વના ત્રણ વિષયો શિક્ષણ, વિદેશ નીતિ અને આંતરિક સુરક્ષા બાબતે વિદ્વાનો દ્વારા સંવાદ અને ગોષ્ઠી કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આજરોજ સંત રિતેશ્ર્વર મહારાજ અને બહુમુખી પ્રતિભા ધરાવતા વિદ્વાન ભાગ્યેશ ઝાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં યશવંતજી ચૌધરી અને દિનેશજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્બોધન કરતાં ભાગ્યેશ ઝાજીએ ભારતીયતાનું અને આપણી ભાષાઓનું મહત્ત્વ સમજાવ્યું હતું સાથે જ આપણા ઇતિહાસના નહીં જાણેલા પાસાઓ પણ રજુ કર્યા હતા. સાથે સદ્ગુરુ રિતેશ્ર્વર મહારાજે સનાતન ધર્મની વ્યાખ્યા સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ભારતમાં રહેતા તમામ લોકો સનાતની છે. આ કાર્યક્રમનું બીજું સત્ર શિક્ષણ વ્યવસ્થા પર રાખવામાં આવ્યું હતું જેમાં ઑરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પરિમલ વ્યાસજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘બાળકોને આપણી સંસ્કૃતિ વિશે ખબર નથી, તે આપણો જ વાંક છે.’ નીરજા ગુપ્તાજીએ ઉચ્ચ શિક્ષણમાં બજેટ ચાર ઘણું કરી વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત કરી હતી, સાથે જ અભયજીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમના ત્રીજા સત્રમાં વિદેશ નીતિ પર ઊંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના અંતિમ સત્રમાં આંતરિક સુરક્ષા બાબતે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. જેમાં કમાન્ડર હરિન્દ્ર સિક્કાજીએ ઈઝરાયેલની કાર્યપદ્ધતિ પર ચર્ચા કરીને હલાલ ઇકોનોમીનો વિરોધ કર્યો હતો. સાથે કાર્નલ શૈલષ રાયકરજી અને વિનય જોશીએ પણ દેશની આંતરિક સુરક્ષા બાબતે વિસ્તારથી વાત કરી હતી અને ખાલિસ્તાની બાબતે શીખ ધર્મના વિભાજન પર ચિંતા વ્યક્ત કરી હતી.
આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત દેશનું સ્વરૂપ કેવું હશે તે અંગે સંવાદ-ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો
