ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ દાતાર રોડ ઉપર થોડા સમય અગાઉ એક ઇમારત ધરાશાયી થતા ચાર લોકોના જીવ ગયા હતા જેમાં એક જ પરિવારનાં ત્રણ લોકો દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા. એ બાદ એજ પરિવારની મહિલાએ પણ એસિડ પી આપઘાત કરી લેતા મૃત્યુ નિપજ્યુ હતુ. જયારે અનુસુચિત જાતિના એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ નિપજતા અનુસુચિત જાતીના આગેવાનો દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
આજ રોજ પરિવારને ન્યાય અપાવવા અને શ્રઘ્ધાંજલી આપવા કાળવાચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે અનુસુચિત જાતી સમાજના પ્રમુખ રાજુ સોલંકી અને કરશન મહિડા દ્વારા ધરણા યોજી શ્રઘ્ધાંજલી આપી હતી.