ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જુના ફુવારાથી નગરપાલિકા સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂૂપે ’વિકાસ સપ્તાહ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જુના ફુવારાથી નગરપાલિકા સુધીની વિકાસ પદયાત્રા યોજાઈ હતી.
- Advertisement -
જેમાં પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં. વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા બે હજાર કરોડ રૂૂપિયાના ખર્ચે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભવોની પ્રતિમાને પુષ્પહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.