વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચવા અને સાયબર સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માર્ગદર્શન અપાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પ્રખ્યાત ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના સાયબર સિક્યુરિટી સેલ ‘કવચ’ દ્વારા 18 ડિસેમ્બરના રોજ “સાયબર ગુનાઓ અંગે જાગૃતિ” વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઈમ સામે વિદ્યાર્થીઓ અને સમાજ જાગૃત બને તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં આચાર્ય પી.એન. રાવલે પ્રાસંગિક પ્રવચન દ્વારા વિષયની ગંભીરતા સમજાવી હતી. મુખ્ય વક્તા પ્રો. ડો. જીજ્ઞેશ ઉપાધ્યાયે સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો અને તેનાથી બચવા માટે રાખવી પડતી સાવચેતીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તેઓએ માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સાયબર સિક્યુરિટી ક્ષેત્રે ભવિષ્યમાં નિર્માણ થનારી રોજગારીની તકો અને વિવિધ અભ્યાસક્રમો અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના ડિજિટલ અનુભવો શેર કર્યા હતા અને શંકાઓનું સમાધાન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે સાયબર સેલના કો-ઓર્ડિનેટર ડો. અશ્વિન બારડે સૌનો આભાર માન્યો હતો. આ સફળ આયોજન પાછળ કોલેજના સાયબર સેલના સભ્યો અને અધ્યાપકગણે ભારે જહેમત ઉઠાવી હતી.



