કૌભાંડની તટસ્થ તપાસ થાય તો અનેક મોટામાથાના નામ સામે આવે તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
થાનગઢ વર્ષોથી સિરામિક ઉદ્યોગની નગરી તરીકે જાણીતું છે અહી 300થી પણ વધુ ઉધોગો સ્થપાયેલા છે જેમાં સિરામિક ચીજવસ્તુઓને લગતી અનેક પ્રકારની આઇટમો અહીં બનાવાય છે જેમાં ખાસ કરીને ગેસના ઉપયોગ થકી આખુંય ઉધોગ ચાલતો હોય છે ત્યારે હાલમાં જ ગેસની મુખ્ય લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરી થતો હોવાના ગુન્હામાં બે ઉધોગકારોને ઝડપી પાડી રિમાન્ડની તજવીજ પૂર્ણ કરી જેલ હવાલે કરાયા હતા પરંતુ ખરેખર કરોડોના ગેસ ચોરી કૌભાંડમાં માત્ર બે શખ્સોને ઝડપી કાર્યવાહી આટોપી લેવાઈ જુવાની ચર્ચા છે ખરેખર આ કૌભાંડમાં આશરે દશથી વધુ ઉધોગકારો પણ હોવાનું ચર્ચાય છે આ ઉધોગકારોમાં કેટલાક મોટામાથા પણ હોવાની શક્યતા છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા બે ઉધોગકારોને ઝડપી નાટ્યાત્મક રૂપે કામગીરી દર્શાવી ઉંડાણપૂર્વક તપાસથી અલગ રહ્યા હોય તેવું નજરે પડે છે. ત્યારે કરોડો રૂપિયાના ગેસ ચોરી કૌભાંડમાં પાડદો પડે તે માટે રંગબેરંગી કાગળોમાં વહીવટ પણ થયો હોવાની ચર્ચા સમગ્ર થાનગઢ પંથકમાં ચાલી રહી છે તેવામાં ખરેખર આ કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે તો ગેસ ચોરી કરનાર મોટામાથા સાથે વહીવટીઓ ખેલ પાડનાર તંત્રના અધિકારીઓની પોલ પણ ખુલ્લી પડે તેમ છે.