ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં એક મહિના પહેલા અતિ ભારે વરસાદ પડયા બાદ શહેરમાં અનેક જગ્યાએ મગર દેખાવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે શહેરની મઘ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે સરોવરમાં એક મગર જોવા મળી હતી. એક તરફ સરોવરનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે બીજી તરફ પાણીમાંથી બહાર એક ટેકરા ઉપર મગર આવી ચઢી હતી. બે દિવસ પહેલા દામોદરકુંડમાં મગર આવી ચડી હતી. ત્યારે શહેરમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ મગર આવી ચડવાના બનાવો વઘ્યા છે. ત્યારે આ મગરોને પકડીને વન વિભાગ સલામત સ્થળે ખસેડે તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.