ગર્ભપાતના ગુના બાદ પોલીસ તપાસમાં હોસ્પિટલ ખાતે CCTVનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
થાનગઢ શહેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખ ધંધો ઉઘડો પડતા બાદ હોસ્પિટલના સંચાલક, તબીબ અને મહિલા કર્મચારી સહિત ત્રણ વિરુધ ગુન્હો નોંધાયા બાદ હવે વધુ એક જાહેરનામા ભંગનો પણ ગુન્હો નોંધાયો છે જેમાં થાનગઢના આશીર્વાદ હોસ્પિટલ ખાતે ગર્ભપાત થતું હોવાના પુરાવા સામે આવતા હેલ્થ ઓફિસર દ્વારા સંચાલક સહિત ત્રણ વિરુધ ગુન્હો નોંધાવતા પોલીસ તપાસમાં હોસ્પિટલ ખાતે સીસીટીવી કેમેરાનો પણ અભાવ વર્તાયો હતો જેને લઈ સ્થાનિક પોલીસ દ્વારા હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગગાભાઈ ગોજીયા વિરુધ જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



